રાજકોટ, તા.28(ફૂલછાબ ન્યૂઝ): અમેરિકાની 50 ટકા આયાત જકાતમાં રાહત મળે એ હેતુથી ટેક્સટાઇલ ઉદ્યોગના ફાયદામાં સરકારે કપાસની 11 ટકા આયાત જકાત સપ્ટેમ્બરને બદલે ડિસેમ્બર અંત સુધી લંબાવી છે. ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે પણ સૌરાષ્ટ્ર-ગુજરાત જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યના ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. જિનીંગ ઉદ્યોગ સૌથી વધારે ભોગ બને તેમ છે.
સૌરાષ્ટ્ર
જિનર્સ એસોસિયેશનના અરાવિંદ પટેલ કહે છેકે, જિનીંગ મિલો ચાલુ થઇ શકે એવી પરિસ્થિતિ
જ રહી નથી. કપાસનો ટેકાનો ભાવ ઉંચો છે. એ ખરીદીને જિનીંગ કરવામાં પોસાણ નથી. બીજી તરફ
સરકારે આયાત માટે છૂટ્ટોદોર આપ્યો છે પરિણામે જિનીંગ કરીએ તો પણ માલ ખપે તેમ નથી. જે
જિનીંગ મિલો સીસીઆઇ માટે ચાલશે તેમાં ગાંસડીઓ બંધાશે, એ સિવાય ચાલવા અતિ કઠિન છે.
તેમણે
કહ્યું કે, રૂ. 1600નો કપાસ ખરીદીને ગાંસડી બનાવવામાં આવે તો રૂ. 62-63 હજારમાં પડતર
થાય અને બજાર ભાવ જ અત્યારે રૂ. 55000 આસપાસ ચાલે છે એટલે જિનો ચલાવવી કેવી રીતે તે
મોટો સવાલ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કુલ મળીને સાડા પાંચસોથી છસ્સો જેટલી જિનીંગ મિલો
છે. કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાના અતુલ ગણાત્રા કહે છે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કપરો સમય
છે એમાં હળવાશ થશે. ભૂતકાળ એવો હતો કે ભારતીય રૂ અમેરિકા કરતા બે ત્રણ સેન્ટ સસ્તું
રહેતું પણ હાલના વર્ષોમાં 10-15 સેન્ટ મોંઘું રહે છે એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને મુશ્કેલી
હતી. ચાલુ સીઝનમાં અર્થાત સપ્ટેમ્બર અંત સુધીમાં 40-42 લાખ ટન આયાત થઇ જશે. નવી સીઝનમાં
ડિસેમ્બર સુધી કદાચ 20 લાખ ગાંસડી આયાત થઇ જશે. બે ત્રણ મિલોએ ઓસ્ટ્રેલિયાના નબળા રૂની
48-49 હજારના ભાવથી 2 લાખ ગાંસડીની આયાત કરી
હોવાના સમાચાર છે.
ઘરઆંગણે
55 લાખ ગાંસડી જેટલો સ્ટોક છે અને સીસીઆઇ 25-26 લાખ ગાંસડીનો સ્ટોક ધરાવે છે. સીસીઆઇએ
ભાવ ઉંચા કર્યા એ કારણથી છેલ્લાં મહિનાઓમાં આયાત વધી હતી. હજુ નિકાલ કરવો હોય તો સીસીઆઇ
ભાવ ઘટાડે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, કપાસનું વાવેતર આ વર્ષે ઓછું થયું છે પણ પાક
સારો દેખાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં ઘણો સારો ઉતારો પણ છે.
યાર્ન
ઉત્પાદકો કહે છેકે, રૂના ભાવ આયાતને લીધે ઘટવાના શરૂ થયા છે અને તે વધુ ઘટશે. સીસીઆઇએ
હાલમાં ભાવ વધારીને વેંચતા યાર્નમાં ખોટ પડવા લાગી છે. હવે સીસીઆઇ પાસે પણ પુષ્કળ માલ
પડયો છે. યાર્ન ઉત્પાદકોને કિલોએ રૂ. 7-8ની નુકસાની જઇ રહી છે.