• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

આ ચોમાસે ઉત્તર ભારતમાં નોંધાયા સૌથી વધુ ‘ભારે દિવસો’

નવી દિલ્હી, તા.27 : ઉત્તર ભારતમાં આ વખતે તબાહી મચાવનાર ચોમાસાએ 2013 પછી સૌથી વધુ વરસાદનો વિક્રમ પણ તોડી નાખ્યો છે. અત્યાર સુધીમાં ઉત્તર ભારતમાં સામાન્યથી 21 ટકા વધુ વરસાદ પડયો છે. વર્ષ 2013નાં ચોમાસામાં ઉત્તરાખંડમાં કેદારનાથમાં વાદળ ફાટયા અને ભારે ખાનાખરાબી સર્જાઈ હતી.  ભારતીય હવામાન વિભાગ(આઈએમડી) દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, ઓગસ્ટમાં અત્યંત ભારે વરસાદી દિવસો નોંધાયા છે. આવા આંકડાઓ 2021થી એકત્ર કરવાની શરૂઆત થઈ હતી. આઈએમડીનાં જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ સુધી ઉત્તર ભારતમાં અત્યંત ભારે વરસાદની કુલ 21 ઘટના બની છે અને તે ગત વર્ષની આવી 14 ઘટનાઓથી ખુબ જ વધુ છે. હજી પણ એવી આશંકા છે કે, આવનારા સમયમાં આવા અતિભારે દિવસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક