રાવી-બ્યાસ, સતલજ નદી જોખમી સ્તરે : હજારો લોકો પાણી વચ્ચે ફસાતા સેના બોલાવાઈ
અમૃતસર,
તા.ર8 : પંજાબના 8 જિલ્લામાં ભીષણ પૂર આવ્યું છે. ર00 જેટલા ગામડાઓ ડૂબતા હજારો લોકો
બેઘર બન્યા છે. રાવી-બ્યાસ, સતલજ સહિત નદીઓ છલકાઈ હોવાથી સ્થિતિ ગંભીર છે. પઠાણકોટમાં
9 વર્ષની એક બાળકીનો મૃતદેહ પુલ નીચેથી મળી આવ્યો હતો. રાહત બચાવ કામગીરી માટે સેના
બોલાવવામાં આવી છે.
બુધવારે
રાવી નદીમાં જળપ્રવાહમાં ભારે વધારો થતાં પઠાણકોટ માધોપુર હેડકવાટર્સના 4 દરવાજા તૂટી
ગયા હતા. જેથી ત્યાં તૈનાત પ0 જેટલા કર્મચારીઓ ફસાઈ જતાં હેલિકોપ્ટરથી બહાર કઢાયા હતા.
સિંચાઈ વિભાગના એક કર્મચારી લાપત્તા છે. ગુરદાસપુર જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલય દબુડીમાં
રાતે ફસાયેલા 381 વિદ્યાર્થીઓ અને 70 શિક્ષકોને રેસ્કયૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી
ભગવંત માને બુધવારે પઠાણકોટ અને ગુરદાસપુરના પૂરથી અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી
હતી. મુખ્યમંત્રીએ રેસ્ક્યૂ ઓપરેશન માટે પોતાને મળતું હેલિકોપ્ટર આપી દીધુ હતુ. એનડીઆરએફ,
એસડીઆરએફ અને સેનાએ સાથે મળી રાહત બચાવ અભિયાન હાથ ધર્યું છે. પઠાણકોટના રણજીતસાગર
બાંધ માંથી ર લાખ કયૂસેક પાણી છોડવું પડયું છે જેને કારણે જમ્મુ-કાશ્મીર પઠાણકોટ નેશનલ
હાઈ વે ધોવાઈ ગયો છે. રાવી નદી ઉપર બનેલા પુલને પણ નુકસાન થયું છે. કઠુઆ-પઠાણકોટ હાઈ
વે પર ટ્રાફિક રોકી દેવાયો છે.
સતત
વરસાદ અને નદીઓમાં પૂરને કારણે અમૃતસરના 40 જેટલા ગામડાઓમાં પાણી ભરાયું છે. સેના અહીં
પહોંચી ચૂકી છે અને પાણી વચ્ચે ફસાયેલા ગ્રામીણોને બહાર કાઢવામાં આવી રહયા છે. પાણીનું
સ્તર સતત વધી રહ્યંy હોવાથી ચિંતા વધી છે.