તાઈપેઈ, તા.ર8 : ચીન અને તાઈવાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. ચીને નવુ છમકલું કરતાં 41 લડાકૂ વિમાન અને 7 યુદ્ધ જહાજને તાઈવાનની સરહદમાં ઘૂસાડયાનો આરોપ લાગ્યો છે. તાઈવાન અંગે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની યોજના અંગે અનેક સવાલ ઉઠયા છે.
તાઈવાનના
સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં પોતાની જળ સીમા આસપાસ 41 ચીની વિમાનો,
7 નેવી જહાજ અને એક સત્તાવાર જહાજની હાજરી હોવાનું જાણ્યું હતું. તાઈવાન અનુસાર 4માંથી
ર3 વિમાને મધ્ય રેખાને પાર કરી હતી અને તાઈવાનના ઉત્તર, મધ્ય અને દક્ષિણ પશ્ચિમ એર
ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ કર્યો હતો. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહયુ
કે અમે સ્થિતી પર નજર રાખી યોગ્ય જવાબ આપ્યો છે. તાઈવાન અંગે ચીન શું કરવા માગે છે
? તે ચર્ચા ગંભીર બની છે કારણ કે ચીન છાશવારે તાઈવાનની સરહદ ઓળંગીને શકિત પ્રદર્શન
કરે છે. તાઈપેઈ ટાઈમ્સે એક ઓસ્ટ્રેલિયન દૈનિકને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સોલોમન
ટાપુઓએ આગામી પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ (પીઆઈએફ) નેતાઓની બેઠકમાં તાઈવાન અને અમેરિકા
સહિત અન્ય સંવાદ ભાગીદારોને પ્રતિબંધિત કર્યા પછી તાઈવાનના વિદેશ પ્રધાન લિન ચિયા-લુંગએ
ચીનને પ્રાદેશિક મુશ્કેલી સર્જનાર ગણાવ્યું હતું. સમાવેશકતાના પેસિફિક માર્ગનો ઉલ્લેખ
કરતા, લિને ચેતવણી આપી હતી કે તાઈપેઈ ટાઈમ્સ મુજબ, સંવાદ ભાગીદારોને બાકાત રાખવાથી
ફોરમની સામાન્ય પડકારોનો સામનો કરવાની ક્ષમતા નબળી પડે છે.