SCO સંમેલન દરમિયાન રવિવારે બન્ને નેતા કરશે દ્વિપક્ષીય બેઠક : ચીને ટેરિફ વોર વચ્ચે ભારતને લખ્યો હતો સંબંધો સુધારવાનો પત્ર
નવી
દિલ્હી, તા. 28 : પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતની તારીખ નક્કી
થઈ ચૂકી છે. બન્ને નેતા શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન દરમિયાન તિયાનજિનમાં
મળશે અને રવિવારે શિખર સંમેલન વચ્ચે દ્વિપક્ષીય બેઠક કરવામાં આવશે. જાપાન યાત્રા બાદ
પીએમ મોદી શિ ઝિનપિંગના આમંત્રણ ઉપર ચીનમાં એસસીઓ બેઠકમાં ભાગ લેવા જવાના છે.
એસસીઓ
સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિનમાં થવાની છે. છેલ્લા સાત વર્ષમાં
આ પીએમ મોદીની પહેલી ચીન યાત્રા છે. વધુમાં મોદી અને ઝિનપિંગની બેઠક એવા સમયે થઈ રહી
છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવ ઘટયો છે. બન્ને દેશ મેદાની ક્ષેત્ર અને ડેમચોક
ક્ષેત્રમાં પેટ્રોલિંગના અધિકાને લઈને સહમતિ વ્યક્ત કરી ચૂક્યા છે. વધુમાં ટેરિફના
કારણે ભારતના અમેરિકા સાથેના સંબંધો બગડયા છે.
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે વ્યાપાર યુદ્ધ વધારી રહ્યા હતા તે સમયે જ ચીને
ભારત સાતેના સંબંધો સુધારવાની કોશિશ શરૂ કરી દીધી હતી. આ પહેલ ચીન તરફથી થઈ હતી. ચીની
રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગે ભારતને એક પત્ર મોકલ્યો હતો. ત્યારબાદથી ભારતે પોતાના પ્રયાસો
પણ શરૂ કર્યા હતા. બ્લુમબર્ગે આ મામલે એક ભારતીય અધિકારીના હવાલાથી કહ્યું હતું કે
શિ ઝિનપિંગે રાષ્ટ્રપતિ મુર્મૂને પત્ર લખીને સંબંધો મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી
હતી. બાદમાં શિનો સંદેશો મોદી સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મોદી સરકારે જૂન મહિનાથી
ચીન સાથેના સંબંધો સુધારવા ગંભીર પ્રયાસો શરૂ કર્યા હતા.
ભારત-ચીન
મિત્રતાથી ભડક્યું અમેરિકા
વોશિંગ્ટન,
તા.ર8 : ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા છે અને હિન્દી-ચીની મિત્રતાનો નવો અધ્યાય
શરૂ થતાં અમેરિકા ભડકી ઉઠયું છે અને ભારતને ચીનના કરતૂતની યાદ અપાવી છે. અમેરિકાના
રાષ્ટ્રપતિ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ ભારત-ચીન દોસ્તી સામે ભડાશ કાઢતા કહ્યંy કે
ભારત જેની સાથે દોસ્તી વધારી રહ્યું છે તે ચીન એ છે જેણે લદાખવાળા ભાગ ઉપર હુમલો કર્યો હતો. મીડિયા સાથે
વાતચીતમાં નવારોએ ભારત-ચીન દોસ્તી અંગે કહ્યંy કે ભારત એક લોકતાંત્રિક દેશ છે પરંતુ
તે તાનાશાહીવાળા દેશો...જેવા કે ચીન અને રશિયા સાથે સંબંધો મજબૂત બનાવી રહ્યું છે.
ચીન સાથે ભારતનો દાયકાઓથી સંઘર્ષ ચાલી રહયો છે. તેણે અનેક ભાગ ઉપર હુમલો કર્યો અને
અકસાઈ ચીન સહિત ઘણો ભાગ હડપ કરી લીધો. તે તમારું (ભારતનું) મિત્ર નથી. રશિયાની તો વાત
જ શું કરું ?