• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રાણા બોરડી ગામે લાભાર્થીઓની જાણ બહાર બેંક ખાતા ખોલી કૌભાંડ આચર્યાનો આક્ષેપ

451 જેટલા જોબ કાર્ડધારકોને જાણ નહીં હોવાના આક્ષેપ સાથે મિશન માતૃભૂમિ દ્વારા મુખ્યમંત્રીને પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ

પોરબંદર, તા.27: પોરબંદર નજીકના રાણા બોરડી ગામે લાભાર્થીઓની જાણ બહાર જનધન ખાતા ખોલીને અને મનરેગામાં પણ મોટું કૌભાંડ થયાના પુરાવા સાથેના ગંભીર આક્ષેપ સાથે મિશન માતૃભૂમિ દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે રાણા બોરડીમાં લાભાર્થીઓની જાણ બહાર જનધન ખાતા ખોલી ગામનાં સ્થાનીકોની સાથે મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના પુરાવા સાથેના ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મિશન માતૃભૂમિ સભ્ય દ્વારા રાણાબોરડી ગામની મુલાકાત લેવામાં આવી તે દરમિયાન ગામના ખેત મજૂરો, ખેડૂતો, નાગરિકો અને અભણ વ્યક્તિઓની મુલાકાત કરતા ખુલાસો થયો હતો કે ગામજનોને જાણ બહાર અને કોઈ પણ પ્રકારે અજાણ રાખી જન ધન ખાતા ખોલવામાં આવ્યા હતા. જેની પાસબુક, ખાતાની વિગતો દ્વારા પોતાના કબજા હેઠળ રાખવામાં આવી છે. તથા સરકાર દ્વારા મનરેગાના જમા થતા પૈસા અને અન્ય સહાય ગામજનોના ખાતામાંથી ઉપાડી ભ્રષ્ટાચાર આચરતા હતા.

વધુમાં મળતી વિગત પ્રમાણે રાણા બોરડીમાં ખાલી મનરેગાના જોબ કાર્ડ ગેરકાયદે રીતે 451 બની ગયા તે તમામ જોબકાર્ડ ધારકોને આજ દિન સુધી કોઈ પણ પ્રકારે જાણ નથી તથા તેઓને એક રૂપિયાની પણ સહાય આજ દિન સુધી રમળી નથી. બેંકના મેનેજરો પણ સમગ્ર કૌભાંડમાં સામેલ હોઈ શકે તથા હવે જોવાનું રહ્યું કે સ્થાનિક તંત્ર ગ્રામજનોને કઈ રીતે ન્યાય આપે છે.

ઇ-પેપરના નવા શુલ્ક