• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં અનીષ ભાનવાલાને રજત ચંદ્રક

સિમકેંટ (કઝાકિસ્તાન), તા.27: ભારતીય યુવા નિશાનેબાજ અનીષ ભાનવાલાએ આજે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 2પ મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. 22 વર્ષીય અનીષ ગોલ્ડ મેડલથી માત્ર એક પોઇન્ટ દૂર રહ્યો હતો. તેના ખાતામાં કુલ 3પ અંક રહ્યા હતા. જે ચીનના સુવર્ણ ચંદ્રક નિશાનેબાજ શુ લિયાનબોફાનથી એક અંક ઓછા હતા. કાંસ્ય ચંદ્રક દ. કોરિયાના લી જેઇકયૂનને મળ્યો હતો. ગઇકાલે ભારતીય મહિલા નિશાનેબાજ સિફત કૌર સામરાએ બે ગોલ્ડ મેડલ પર નિશાન તાક્યું હતું. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરીને ભારતે અત્યાર સુધીમાં 72 ચંદ્રક જીત્યા છે. આ સ્પર્ધા જૂનિયર-સિનિયર લેવલ પર રમાઇ રહી છે. ભારતના જૂનિયર નિશાનેબાજોએ કુલ 39 ગોલ્ડ મેડલ કબજે કર્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક