પરિચિત હોટલ સંચાલકે અંજામ આપ્યાની
શંકાએ તપાસ
જામનગર, તા.14: જામનગર તાલુકાના
સિક્કા ગામમાં વસવાટ કરતા એક વિધવા મહિલાની ગઈકાલે કરપીણ હત્યા કરી નાખવામાં આવતા ચકચાર
મચી જવા પામી છે. આ મહિલાને ધારદાર હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાનું જાણવા મળી રહ્યું
છે. બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરાતા સિક્કા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ધોરણસરની
કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં
એક વિધવા મહિલા પોતાના બે સંતાન સાથે વસવાટ કરતી હતી. પતિના અવસાન પછી બન્ને સંતાનોને
ઉછેરવાની જવાબદારી ઉઠાવી રહેલી આ મહિલા સાથે થોડા સમય પહેલા એક હોટલ સંચાલક આવ્યો હતો.
તે પછી બન્ને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો. તે દરમિયાન ગઈકાલે રાત્રે છત્રીસેક વર્ષના
આ મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. તે મહિલાને કોઈ ધારદાર હથિયારના
ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘસી ગયો હતો. મહિલા સાથે
સંપર્કમાં રહેલા હોટલ સંચાલકે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું
છે. મૃતદેહને પોલીસે પીએમ માટે જામનગર હોસ્પિટલમાં ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.