• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

મોરબી રોડ પરથી યુવકનું અપહરણ કરી 4.65 લાખની લૂંટ

રોકડ-દાગીનાની લૂંટ ચલાવનાર મિત્ર સહિત 3 સામે ગુનો

રાજકોટ તા.14: રાજકોટના મોરબી રોડ પર સોહમ નગરમાં રહેતાં યુવકનું તેના જ મિત્ર સહિતના ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કરી લઈ જઈ છરી વડે હુમલો કરી રોકડ અને દાગીના સહિત 4.65 લાખની લૂંટ ચલાવી નાસી જતા હોસ્પિટલમાં દાખલ યુવાને બી-િડવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના સોહમનગરમાં રહેતા રણધીર રૂપેશભાઈ કટારીયા ઉ.26એ બી-િડવીઝન પોલીસે લૂંટ અંગે તેના મિત્રો મોહિત, રહીશ અને અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે  તે ઘર નજીક હતો ત્યારે ત્રણેય ત્યાં ધસી આવ્યા હતા અને તેને કારમાં બેસાડી અપહરણ કરી અવાવરૂ સ્થળે લઇ ગયા હતા જયાં તેના પર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો અને ઇજા પહોંચાડી હતી ગાળો દઈ ત્રિપુટીએ ત્રણ સોનાની વીંટી, સોનાની માળા,  ફોન, 20 હજારની રોકડ અને કાર મળી કુલ 4.65 લાખની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા ત્રણેય આરોપી નાસી છૂટયા બાદ રણધીરને ઇજા પહોંચી હોય સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસે પોલીસે લૂંટ અંગે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક