પાંચ સામે મૃતકના પતિની ફરિયાદ
: ફોરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ
વઢવાણ તા.14 : સુરેન્દ્રનગર એસટી
બસ સ્ટેન્ડ પાસે આવેલા એક કોમ્પ્લેક્સના ધાબા ઉપરથી મહિલાની બિનવારસી હાલતમાં લાશ મળી
આવી હતી મૃતદેહના પ્રાથમિક પીએમ રિપોર્ટમાં તેણી સાથે સામૂહિક દુષ્કર્મ થયાનું જાણવા
માલ્ટા પોલીસે મૃતકના પતિની ફરિયાદ પરથી પાંચ શખસો સામે ગુનો નોંધ્યો છે જો કે મોતનું
ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે હત્યા થયાનો રિપોર્ટ
આવશે તે અંગે અલગથી કલમનો ઉમેરો કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં
આવેલ અમૃતધારા કોમ્પલેક્ષના ધાબા પરથી ગત તા. % ઓગષ્ટના રોજ મહિલાની લાશ મળી આવી હતી
મહિલાના મૃતદેહને બી ડીવીઝન પોલીસ દ્વારા પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને તેના
વાલી વારસો આવી જતા તેને લાશ સોંપવામાં આવી હતી ત્યાર બાદ મૃતકના પતિ પરિણીતાના મોબાઈલની
શોધખોળ માટે બનાવ સ્થળે ગયા હતા જયાં એક વ્યકતી તેને મળતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો
આ વ્યકતીએ જણાવ્યું હતું કે ગત તા. 7મી ઓગસ્ટના રોજ રાત્રે 12-30 કલાકના અરસામાં મૃતકને
કુંભારપરામાં રહેતો પ્રકાશ માલાભાઈ પરમાર કાખમાં ઉંચકીને કોમ્પલેક્ષની છત પર લઈ ગયો
હતો અને તેણી સાથે કુકર્મ કર્યુ હતુ બાદમાં જુમા ફકીરભાઈ બાદલાણી અને અન્ય ત્રણ અજાણ્યા
શખ્સોએ પણ આ હીન કૃત્ય કર્યુ હતુ જેથી મૃતકના પતિએ બી ડીવીઝન પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ
સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી હાલ આ કેસની તપાસ મહિલા યુનિટના પીઆઈ ટી. બી. હીરાણી ચલાવી રહ્યા
છે બીજી તરફ ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ બાદ ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ લઇ જવાયો હતો
જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે મહિલાની હત્યા થઇ છે કે કેમ તે ફોરેન્સિક પીએમ રિપોર્ટ
આવ્યા પછી જ માલુમ પડશે જો હત્યાનો રિપોર્ટ આવશે ઉપરોક્ત પાંચેય સામે સામુહિકે દુષ્કર્મ
ઉપરાંત હત્યાની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા
ભારે ચકચાર મચી જવા પામી છે.