• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

લાલપુરના છતર-જામવાડી ગામે 3.0ની તીવ્રતાનો ભૂકંપ

જામનગર તા.26: જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં ગઈકાલે બપોરે ભૂકંપના કારણે ધરતી ધ્રુજી હતી. ગ્રામજનોએ ભૂકંપના આંચકાનો લાંબા સમય પછી અનુભવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 3ની હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં એક તરફ વરસાદનું જોર વધારે રહ્યું છે તેની સાથે પૃથ્વીના પેટાળમાં હીલચાલ પણ વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુરથી 33 કિ.મી.પૂર્વ-દક્ષિણ દિશાએ છતર અને જામવાળી ગામ વચ્ચે ગઇકાલે બપોરે 1.59 વાગ્યે 3.0ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. લાંબા સમય પછી આ આંચકા આવ્યા છે.  છતર ગામ પાસે બડલો ડુંગર આવેલો છે જે બરડાડુંગર વન્યજીવન અભયારણ્યનો એક ભાગ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ છે. તેની નજીક જમીનમાં 18.1 કિ.મી.ઉંડાઈએ આ કંપન ઉદ્ભવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ આંચકો અનુભવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક