• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

બગસરાના સાપર ગામે દીકરીને ભગાડી ગયાના મનદુ:ખમાં ભાઈના હાથે બહેનની હત્યા મૃતકના સાસુની હાલત ગંભીર : પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બગસરા, તા.ર6: બગસરા તાલુકાના સાપર ગામે આજે વહેલી સવારે બે પરિવારો વચ્ચે દીકરી ભગાડી ગયાના મનદુ:ખને કારણે થયેલી માથાકૂટમાં દીકરીના પિતાએ બે મહિલાઓને છરીના ઘા ઝીંકી દીધા હતા જેમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજી મહિલાને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બગસરા તાલુકાના સાપર ગામે સવારે હત્યાની ઘટના બની હતી જેમાં ફરિયાદી અરવિંદભાઈ બચુભાઈ રાઠોડે પોલીસને આપેલ નિવેદન મુજબ તેનો પુત્ર હાર્દિકે આરોપી નરેશભાઈ ચૌહાણની પુત્રી ખુશી સાથે પ્રેમ સંબંધ હોય જેથી બન્ને ઘરમાં કોઈ પ્રકારની જાણ વગર ઘરેથી ભાગી ગયા હતા જેને કારણે આરોપી નરેશભાઈ ચૌહાણને મનદુ:ખ થતા આજરોજ મંગળવારના સવારે ફરિયાદી અરવિંદભાઈ રાઠોડને ઘરે આવી પહોંચ્યા હતા જ્યાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં આરોપી નરેશભાઈએ ફરિયાદીના ઘરની દિવાલ કૂદીને તેમની માતા મણીબેન તથા પત્ની ગીતાબેન પર છરી વડે હુમલો કર્યો હતો.  (જુઓ પાનું 10)

જેમાં આરોપી નરેશભાઈની બહેન ગીતાબેનનું મૃત્યુ નીપજ્યું હતું તેમજ મણીબેનને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમ દીકરી ભગાડી ગયાના મનદુ:ખમાં ભાઈએ પોતાની બહેનને ઘાટ ઉતારી હતી. આ ઉપરાંત આરોપીએ ઘરમાં ભાંગ તોડ કરી રૂ.4,000નું નુકશાન કર્યાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તપાસ પીઆઈ ગીડા ચલાવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક