• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

હાઈકોર્ટના એડવોકેટની હડતાલ સમેટાઇ, કાલથી રાબેતા મુજબ કામકાજ શરૂ

વકીલોના 6 સભ્યના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં સીજેઆઈને મળીને જજ સંદીપ ભટ્ટની બદલી અંગે ફેરવિચારણા કરવા રજૂઆત કરી

અમદાવાદ, તા.30 : ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીને લઇને હાઇકોર્ટના એડવોકેટ એસોસિયેશને છેલ્લા ચાર દિવસથી હડતાલ પાડી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા પરંતુ સીજેઆઇને 6 સભ્યનું પ્રતિનિધિમંડળ મળ્યું હતું અને તેની પર વિચારણા ચાલતી હોવાથી આજે પાંચમાં દિવસે એસોસિયેશન દ્વારા પક્ષકારોના હિતમાં હડતાલ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સોમવારથી રાબેતા મુજબ કામકાજ શરૂ થઈ જશે.

સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ સહિત 14 જજની બદલીની ભલામણ કરવામાં હતી. જેના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની જનરલ બોડી બેઠકમાં હડતાળનો નિર્ણય લેવાયો હતો. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટની આગેવાનીમાં 6 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં સીજેઆઈને મળ્યું હતું. જેને શાંતિથી સાંભળ્યા અને રજૂઆતને વિગતે ધ્યાને લઈને પ્રત્યુતર આપવા જણાવ્યું હતું. પ્રતિનિધિ મંડળ દ્વારા સીજેઆઈને જજ સંદીપ ભટ્ટની બદલી ઉપર ફેરવિચારણા માટે રજૂઆત કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક