જૂનાગઢ, તા.30: ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી મંદિરના મહંત અને ભીડભંજન મંદિરના મહંતની નિમણૂંક અંગેનું ફોર્મ તાજેતરમાં મામલતદાર દ્વારા બહાર પાડવામાં આવેલું. પરંતુ આ ફોર્મમાં અનેક ત્રુટીઓ હોવા અંગે સંતો તેમજ અન્ય જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને મહંત પદે વ્યભિચારી કે ભ્રષ્ટાચારીને દૂર કરવા માગણી કરી છે.
અંબાજી મંદિરના મહંતની નિમણૂક
પ્રક્રિયા વિવાદિત બનતી જઇ રહી હોય તેવો માહોલ સર્જાયો છે, આ અંગે ઉદાસી સંપ્રદાયના
મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે સોળસી ભંડારા વિના ચાદર વિધિની પ્રક્રિયા
ગેરકાયદે હોય છે. હરીગીરી, ઇન્દ્રભારતી, બુદ્ધગીરી દ્વારા જે પ્રેમગીરીને અંબાજીના
મહંત તરીકેની ચાદર વિધિ કરી હતી. તેમાં દશનામ સાધુ સમાજ, શ્રીમત જૂનાગઢ અખાડા અને ગિરનાર
મંડળના સાધુ સમાજે હાજરી આપી ન હોતી. આ અંગે બજરંગદાસ બાપુ દ્વારા કલેક્ટરને એક પત્ર
પાઠવી આ ચાદરવિધિ ગેરકાયદે ગણાવી હતી.
જ્યારે ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ
વેકરિયા દ્વારા કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે ગિરનાર પર્વત અને ભીડભંજન
મંદિરના મહંતની નિમણૂંકને લઇને જે મામલતદાર દ્વારા ફોર્મ બહાર પડાયું છે તેમાં અનેક
ભૂલ જોવા મળી છે. સાધુની ચાદર વિધિ ક્યાં સંજોગોમાં અને કોણે કરી તેની સ્પષ્ટતા ફોર્મમાં
કરવી જોઇએ અને કોઇ ગેરકાનૂની પ્રવૃત્તિથી જોડાયેલા ન હોય તે બાબતનો ઉલ્લેખ ફોર્મમાં
કરાય નથી. જિલ્લા કલેક્ટર દ્વારા વહીવટદારને મહંતની નિમણૂંક માટે આદેશ કરાયા એક માસ
બાદ પ્રક્રિયા હાથ ધરાઇ આ વિલંબ શા માટે ? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અનબાજી મંદિરના
મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયાને દસ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સુધી તેને ભંડારો પણ કરાયો નથી અને નવા મહંતની નિમણૂક
પણ હજુ સુધી કરવામાં આવી નથી.