• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

ભારત અમેરિકાના ઔદ્યોગિક-કૃષિ ઉત્પાદન પર શૂન્ય ટેરિફ કરશે

અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિનું નિવેદન: સમજૂતીને ‘મોટી જીત’ ગણાવી

નવી દિલ્હી/વોશિંગ્ટન, તા.4 : અમેરિકા સાથે વ્યાપાર સમજૂતીમાં કૃષિ ઉત્પાદનો અંગે જાગેલા સવાલો વચ્ચે એક ટોચના અમેરિકી અધિકારીએ આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા વેપાર સોદા હેઠળ ભારત ‘ફળો’ અને ‘શાકભાજી’ જેવી અમેરિકન ઔદ્યોગિક અને કૃષિ વસ્તુઓની વિશાળ શ્રેણી પર ટેરિફ ઘટાડીને શૂન્ય કરશે.

યુએસ વ્યાપાર પ્રતિનિધિ (યુએસટીઆર) જેમીસન ગ્રીરે આ સમજૂતીને મોટી જીત ગણાવતાં એમ પણ કહ્યું હતું કે ભારત સંરક્ષણ ભોગવતા ‘ચોક્કસ મુખ્ય ક્ષેત્રો’ પર પોતાનું નિયંત્રણ ચાલુ રાખશે. ગ્રીરે મીડિયા ચેનલને જણાવ્યું હતું કે સમય આવી ગયો છે અને હવે અમારી પાસે સમજૂતી છે. અમે તેને કાગળ પર ઊતારવાનું પૂર્ણ કરશું પરંતુ અમે તેની વિગતો જાણીએ છીએ. આ એક ખૂબ જ રોમાંચક તક છે.

ગ્રીરે જણાવ્યું કે અમેરિકા ભારત સામે 18 ટકા ટેરિફનું સ્તર જાળવી રાખશે કારણકે અમારી તેમની સાથે વિશાળ વેપારખાધ છે. પરંતુ તેઓ અમારા માટે વિવિધ કૃષિ ઉત્પાદનો, ઉત્પાદિત માલસામાન, રસાયણો, તબીબી ઉપકરણો વગેરે પરના ટેરિફને ઘટાડવા માટે સંમત થયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક