-જઈંછ
વિરુદ્ધ દલીલો, ન્યાયની માગ ઃ ચૂંટણી પંચ એક વોટ્સએપ કમિશન ઃ મમતા બેનર્જી
નવી
દિલ્હી, તા.4 ઃ સુપ્રીમ કોર્ટમાં બુધવારે નવો ઈતિહાસ રચતાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન
મમતા બેનર્જીએ વકીલ તરીકે હાજર રહીને ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવ્યૂ (એસઆઈઆર) સામે દલીલો રજૂ કરી હતી.
ન્યાયતંત્રના
ઇતિહાસમાં આ પહેલીવાર હતું કે કોઈ વર્તમાન મુખ્યપ્રધાન વકીલ તરીકે કોર્ટમાં હાજર થયા
હોય. એસઆઈઆરને બંગાળ વિરુદ્ધ કાવતરું ગણાવતા મમતા બેનર્જીએ પૂછ્યું કે જ્યારે આ પ્રક્રિયા
24 વર્ષથી લાગુ કરવામાં આવી નથી ત્યારે આટલી ઉતાવળ શા માટે હતી ? તે આસામમાં નહીં,
જ્યાં ભાજપ સત્તામાં છે પરંતુ બંગાળમાં કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે ચૂંટણી પંચનો
ઉલ્લેખ વોટ્સએપ કમિશન તરીકે કર્યો અને કહ્યું કે કમિશન મેસાજિંગ એપ દ્વારા ચૂંટણી અધિકારીઓને
આદેશો જારી કરી રહ્યું છે. પોતાને બંધુઆ મજદૂર ગણાવતાં મમતા બેનર્જીએ સીજેઆઈ સૂર્યકાંતની
ખંડપીઠ સમક્ષ કહયું કે અમોને કયાંય ન્યાય મળી રહયો નથી.
કોર્ટ
કાર્યવાહીની શરૂઆતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે હું રાજ્યનું પ્રતિનિધિત્વ કરું છું.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કટાક્ષ કર્યો કે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. મમતા બેનર્જીએ
પોતાનો કેસ રજૂ કરવા માટે પાંચ મિનિટનો સમય માગ્યો ત્યારે સીજેઆઈએ કહ્યું કે અમે તમને
પાંચ નહીં પણ 15 મિનિટ આપી રહ્યા છીએ. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે 58 મતદારના નામ
કાઢી નાખવામાં આવ્યા છે. આ લોકો પાસે અપીલ
કરવાનો વિકલ્પ પણ નથી. વધુમાં દલીલ કરી કે એઆઈઆર પ્રક્રિયા મતદારોના સમાવેશ માટે નહીં,
પરંતુ બાકાત કરવા માટે છે. તેમણે માગ કરી કે આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે મંજૂરી આપવી
જોઈએ.