એરોન
જોર્જની સદી અને વૈભવ સૂર્યવંશીની આતશી અર્ધસદી
311
રનનો વિજય લક્ષ્યાંક
41.1
ઓવરમાં જ હાંસલ કરી લીધો
રવિવારે
ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ખિતાબી જંગ
હરારે
તા.4ઃ એરોન જોર્જની શાનદાર સદી અને વન્ડરબોય વૈભવ સૂયવંશીની આતશી અર્ધસદીની મદદથી અન્ડર-19
વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરૂધ્ધ 7 વિકેટે આક્રમક વિજય હાંસલ કરીને ભારતીય
યુવા ટીમ ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમે અન્ડર-19 વિશ્વ કપના ફાઇનલમાં સતત છઠ્ઠીવાર
પ્રવેશ કર્યોં છે. ફાઇનલમાં ભારતની ટકકર રવિવારે ઇંગ્લેન્ડ સામે થશે. આજના બીજા સેમિ
ફાઇનલમાં 311 રનનો વિજય લક્ષ્યાંક ભારતે પ3 દડા બાકી રાખીને 41.1 ઓવરમાં જ 3 વિકેટ
ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતના વિજયથી અફઘાનના બે બેટર ફેઝલ શિનોજાદા અને ઉજેરૂલ્લાહ
નિયાજાઇની સદી એળે ગઇ હતી.
વૈભવ
સૂર્યવંશીએ ફકત 33 દડામાં 9 ચોક્કા-4 છક્કાથી આતશી 68 રનની ઇનિંગ રમી ભારતને જોરદાર
શરૂઆત અપાવી હતી. જયારે એરોન જોર્જે પણ શાનદાર બેટિંગ કરીને 104 દડામાં 1પ ચોક્કા-2
છક્કાથી 11પ રન કર્યાં હતા. કપ્તાન આયુષ મ્હાત્રેએ 63 અને વિહાન મલ્હોત્રાએ અણનમ
38 રન કર્યાં હતા. ભારતીય ટીમે પહેલી વિકેટમાં 90, બીજી વિકેટમાં 114 અને ત્રીજી વિકેટમાં
96 રનની ભાગીદારી કરીને 3 વિકેટે 311 રન કરી આસાનથી વિજય લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
અફઘાન તરફથી એન. ઓમરાજાઇને 2 વિકેટ મળી હતી.
અગાઉ
ફૈઝલ શિનોજાદા અને ઉજૈરુલ્લાહ નિયાજાઈની શાનદાર સદીની મદદથી અન્ડર-19 વન ડે વર્લ્ડ
કપના સેમિ ફાઇનલ મેચમાં ભારતીય બોલર્સને હંફાવીને અફઘાનિસ્તાને પ0 ઓવરમાં 4 વિકેટે
310 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ફૈઝલે 93 દડામાં 1પ ચોક્કાથી 110 રનની આકર્ષક ઇનિંગ
રમી હતી જ્યારે નિયાજાઇએ ઇનિંગની અંતિમ ઓવરમાં સદી લડાયક સદી પૂરી કરી હતી. તે 86 દડામાં
12 ચોક્કા - 2 છક્કાથી 101 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં
130 દડામાં 148 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી આ સિવાય ઓપનર ઉસ્માન
સાદને 39 અને ખાલિદ અહમદ જાઈએ 31 રન કરી પહેલી વિકેટમાં પ3 રનની ભાગીદારી કરી હતી.
ભારતીય યુવા ટીમ તરફથી દીપેશ દેવેન્દ્ર અને કનિષ્ક ચૌહાણને 2-2 વિકેટ મળી હતી.