• શનિવાર, 13 જુલાઈ, 2024

કપાસ-મગફળીનાં આગોતરા વાવેતરની શરૂઆત

ટેકાના ભાવની જાહેરાત થતા ખેડૂતો ઉત્સાહથી વાવણી કરશે

રાજકોટ, તા.7(ફૂલછાબ ન્યૂઝ): એકધારા માવઠાને લીધે જમીનમાં પૂરતો ભેજ અને વાવાઝોડા સાથે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી પણ થઈ છે. વળી, હવે ચોમાસું ઢૂંકડું દેખાવા લાગતા ખેડૂતોએ ખરીફ વાવેતરનો આરંભ કરી દીધો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મે મહિનાના અંતિમ દિવસોમાં આગોતર વાવેતરની પરંપરા રહી છે, પરંપરા વર્ષે પણ નિભાવાઈ છે.

કપાસ અને મગફળી જેવા રોકડિયા પાકોનું વાવેતર ખેડૂતોએ નોંધપાત્ર કરી નાંખ્યું છે. દેશી ભાષામાં પ્રકારનાં વાવેતરનો ઓરવીને કે કોરામાં વાવેતર કર્યાનું કહેવાય છે. કપાસના ભાવમાં મંદી હોવા છતાં વર્ષે આગોતરું વાવેતર વેગથી થયું છે. ખેતીવાડી ખાતાએ 60,908 હેક્ટરમાં આગોતરું વાવેતર નોંધ્યું છે. પાછલી સીઝનમાં 42,516 હેક્ટર હતું. સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લો પ્રકારનાં વાવેતરમાં મોખરે રહ્યો છે. ખેડૂતોને મંદી છતાં કપાસના વાવેતરમાં ભારે ઉત્સાહ છે.

બીજી તરફ આજે કેન્દ્ર સરકારે કપાસ સહિતના ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. પ્રમાણે કપાસનો ભાવ રૂ.1404 નક્કી થયો છે. પાછલા વર્ષ કરતા ભાવમાં રૂ. 128નો વધારો કરવામાં આવ્યો છે.  ટેકાનો ભાવ નોંધપાત્ર વધવાને લીધે ખેડૂતોમાં રાજીપો છે. કપાસના ભાવમાં ભારે મંદી પછી ટેકાનો ભાવ વધીને આવતા ખેડૂતોને રાહત છે. વાવેતર માટે પ્રોત્સાહન મળશે છતાં વર્ષે કપાસે ખેડૂતોને થકવી દીધાં હોવાથી વાવેતર 10-12 ટકા ઘટશે એવી સંભાવના અત્યારે દેખાય છે.

બીજી તરફ મગફળીનું વાવેતર પણ શરૂ થઈ જતા અત્યાર સુધીમાં 17,646 હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે. જે પાછલા વર્ષ કરતા અર્ધું ઓછું છે. આગોતરા વાવેતર માત્ર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વધારે થાય છે. વખતે ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો એમાં મોખરે છે. મગફળીનાં વાવેતર પાછલા વર્ષે ઉંચા ભાવ છતાં બહુ વધી જાય એવી વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક