• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

રાજકોટમાં કોરોના ફરી વકર્યો: વધુ 10 કેસ નોંધાયા!

શહેરમાં 14 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જેતપુરમાં બે, ભાવનગરમાં 3, પોરબંદરમાં એક કેસ નોંધાયો: રાજ્યમાં કોરોનાના કેસ સદી વટાવીને 119 થયા ! 

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.16: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસો 100નો આંકડો વટાવીને 119 આસપાસ પહોચ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના 12 કેસ પણ સામેલ છે. રાજકોટ શહેરમાં 14 વર્ષની બાળકીથી લઈને 70 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મનપાના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યાનુસાર રાજકોટમાં વોર્ડ નં.1માં વેલનાથ ચોકમાં 70 વર્ષીય વૃદ્ધા, વોર્ડ નં.11માં મવડી મેઇન રોડ ઉપર એવરેસ્ટ ગ્રીનમાં 401માં રહેતો 23 વર્ષીય યુવાન, વોર્ડ નં.18માં શ્યામ પાર્કમાં રહેતાં 60 વર્ષીય વૃદ્ધા, વોર્ડ નં.16માં જંગલેશ્વર વિસ્તારમાં પ્રણામીચોક વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષની વય ધરાવતાં અન્ય એક વૃદ્ધા તેમજ વોર્ડ નં.9માં જ્ઞાનજીવન સોસાયટીમાં શેરી નં.1માં રહેતા 42 વર્ષીય પુરુષ તેમજ 14 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત વોર્ડ નં.10માં પ્રકાશ સોસાયટી પાસે આવેલી ઓમ તિરુપતિ સોસાયટીમાં શેરી નં.2માં રહેતા 31 વર્ષીય મહિલા, આકાશવાણીની સામે તક્ષશીલા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.8માં સેન્ટમેરી સ્કૂલ સામે આવેલા સ્ટાર પેલેસમાં પાંચમા માળે 501 નંબરના ફ્લેટમાં રહેતા 58 વર્ષીય પુરુષ તેમજ વોર્ડ નં.11માં તપોવન સ્કૂલની સામે ચાર્મી નિવાસમાં રહેતા 54 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરોક્ત તમામ લોકોએ બે ડોઝ લઈ લીધા છે, હાલ તમામને હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં જેતપુરમાં પણ બે દર્દીઓને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દરમિયાન આજરોજ રાજ્યમાં નોંધાયેલા 119 કેસમાં અમદાવાદમાં 63, સુરતમાં 13 પોઝિટિવ કેસ આવ્યા છે જ્યારે મહેસાણામાં 9, વડોદરા અને અમરેલીમાં 4-4, ભાવનગરમાં 3, આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને ગાંધીનગરમાં 2-2 જ્યારે નવસારી અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કુલ 20 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 400ને વટાવીને 435 થયો છે જેમાં 4 દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે 431 દર્દી સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં 897 વ્યક્તિએ કોરોનાની રસી લીધી છે.