શિકાર અંગે પકડાયેલા 10 પરપ્રાંતિય શખસ બે દી’ના રિમાન્ડ પર: અગાઉ કેટલી વાર શિકાર કરી ગયા છે? શિકાર માટે મોકલનાર મુખ્ય માથું કોણ? બાબતે તપાસ
(ફૂલછાબ ન્યુઝ)
પોરબંદર, તા. 17: પોરબંદર નજીકના દરીયામાં ડોલ્ફિન માછલીના શિકાર કરવા અંગે પકડાયેલા તામિલનાડુ, કેરાલા, ઓરીસ્સા અને આસામના 10 શખસ પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. તેના પગલે દેશદ્રોહી પ્રવૃતિની શંકા ઉભી થઇ છે અને એસઓજીએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે. ડોલ્ફીનના શિકાર અંગે પકડાયેલા 10ને કોર્ટમાં રજુ કરીને બે દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં.
બીજા રાજયના અમુક શખ્સો પોરબંદરના દરીયામાં આવીને ડોલ્ફિન માછલીનો શિકાર કરતા હોવાની ચોકકસ બાતમી વનવિભાગને મળી હતી અને ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને વનવિભાગે જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોરબંદરથી 12 નોટીકલ માઈલ દુર તમીલનાડુની એક બોટ ‘ડાયના-2’માં શંકાસ્પદ હિલચાલ થઇ રહી હોવાની માહિતીના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ બોટને અટકાવીને તલાશી લેવામાં આવતા તેમાંથી ડોલ્ફીન માછલીના 22 અને શાર્ક માછલીના ચાર મૃતદેહ મળી આવ્યા હતા અને 10 શખ્સો પણ પકડાયા હતા. જેમાં ઓરિસ્સાના માયાધાર મનાધર રાઉત ઉ.વ. 37, કેરલાના ગીલતુશ એબેઝ પુષ્પાકડી ઉ.વ. 62, નીહાલ સમસુદીન કુનાશેરી ઉ.વ. 26, આસામના સનસુમન જયલાલ બાસુમાતરે ઉ.વ.31, તમીલનાડુના સેલવન સુરલેશ ઉ.વ. 45, આસામના રણજીત ગાવિંદ બોરો ઉ.વ. 28, તમીલનાડુ રાજકુમાર તનીશા રાજ ઉવ 52, એન્થોની બરલા ઉવ. 50, આસ્ન મરીયારની પીલ્લાઈ ઉ.વ. 47 તથા સાજીત સુકુમાર ઉ.વ. 22, તલીમનાડુ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કોર્ટમાં બે દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા અને તેઓના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
વનવિભાગના અધિકારી વ્યાસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ 10 શખ્સોના રિમાન્ડના મુખ્ય મુદામાં તેઓ અગાઉ ખેપ મારવા માટે આવ્યા હતા કે કેમ? તેઓના માલીક શેર કરો -