• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

જાફરાબાદની સહકારી મંડળીમાંથી 46.50 લાખની ઉચાપત: મંત્રી સામે ફરિયાદ ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું : રાજકોટ રહેતા મંત્રીની શોધખોળ

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી, તા.18: જાફરાબાદના ખાલસા કંથારિયા સેવા સહકારી મંડળીના હાલમાં રાજકોટમાં રહેતા મંત્રી જશવંત હિંમતલાલ શાહે ઓડિટમાં મડળીમાં આર્થિક કૌભાંડ આચરી રૂ.46.પ0 લાખની ઉચાપત કર્યાની મંડળીના પ્રમુખ ઓઢાભાઈ એભલભાઈ વરુએ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંત્રી જશવંત હિમતલાલ શાહ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં જાફરાબાદમાં 19પપથી કાર્યરત ખાલસા કંથારિયા સેવા સહકારી મડળી કાર્યરત હોય રાજુલાના અને હાલમાં રાજકોટ રહેતા જશવંત હિંમતલાલ શાહ 1989થી મંત્રી તરીકે કામ કરતા હતા અને ફરજના સમયગાળા દરમિયાન છેલ્લાં બે વર્ષમાં મંડળીની સિલ્ક રૂ.13 લાખ સહિત લાખોની ઉચાપત કર્યાની ઓડિટમાં વિગતો બહાર આવતા તપાસ કરવામાં આવી હતી અને રૂ.13 લાખની રકમ અને વ્યાજ સહિત રૂ.46.પ0 લાખની રકમ ભરપાઈ કરવાની કબૂલાત આપવામાં આવી હતી પરંતુ આ રકમ જમા નહીં કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે ફરાર થઈ ગયેલા મંત્રી જશવંત હિંમતલાલ શાહને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.