• શનિવાર, 13 જુલાઈ, 2024

જામનગરમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા યુવાનનું મૃત્યુ

જામનગર, તા.8 : જામનગર-કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી રાધિકા સ્કૂલ પાસે જીજે 10 ડીજે 5361 નંબરની વેગનઆર કારના ચાલકે જીજે 10 5737 નંબરના હોન્ડા  ચાલકને અડફેટે લેતા બાઇકચાલક સમદ સલીમભાઈ ભગાવડા (ઉં.20) નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરતા હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી મૃતદેહનો કબજો સંભાળી કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક