• શનિવાર, 13 જુલાઈ, 2024

બરવાળા-સાળંગપુર રોડ પર પીકઅપ વાહન પલટી જતા 16 લોકો ઘાયલ અમદાવાદનો પરિવાર સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો

બોટાદ, તા.9 : બરવાળા સાળંગપુર રોડ પર પીકઅપ વાહન પલટી જતા બે બાળક સહિત 16 લોકોને ઈજા થઈ હતી. જેથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

બનાવ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદનો પરિવાર પીકઅપ વાહનમાં સાળંગપુર દાદાના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને પરત અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે બરવાળા સાળંગપુર રોડ, બજરંગદાસ બાપાની મઢી પાસે પીકઅપ વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી મારી જતાં વાહનમાં બેસેલાં પાંચ મહિલા, બે બાળક સહિત 16 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતાં 108 મારફતે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

 એક મહિલા અને એક બાળકને વધુ ઈજા હોવાથી બોટાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક