• શનિવાર, 13 જુલાઈ, 2024

ભાવનગરમાં બે યુવાનના ગળાફાંસો ખાઈ આપઘાત કુંભારવાડામાં દાઝી જતાં યુવાનનું મૃત્યુ

ભાવનગર, તા.9 : ભાવનગર શહેરમાં ગળાફાંસો ખાઈ બે યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પ્રથમ બનાવવામાં શહેરના કુંભારવાડા, નારી રોડ પાસે રહેતા રાજુભાઈ પ્રેમજીભાઇ ખાસિયા (ઉં.વ.32) કોઈ કારણોસર પોતાનાં ઘરે જાતે ગળાફાંસો ખાઈ લેતા ગંભીર હાલતે સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે, મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં કરચલીયાપરા વિસ્તારમાં રહેતા હિતેશભાઈ અમુભાઈ રાઠોડ (ઉં.વ.39) એ કોઈ અકળ કારણોસર તે ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અન્ય બનાવમાં કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ ખાતે રહેતા રાજુભાઈ કનુભાઈ સોલંકી (ઉં.વ.26) તે ઘરે ગંભીર રીતે દાઝી જતા સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક