• શનિવાર, 13 જુલાઈ, 2024

જસદણના શિવરાજપુર નજીક ત્રણ શખસ દ્વારા પેટ્રોલ પંપમાં તોડફોડ

અગાઉ બાકીમાં ડીઝલ ભરાવવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી ધમાલ મચાવી

જસદણ, તા.10: જસદણના શિવરાજપુર ગામ નજીક ગઢડા રોડ પર આવેલા પેટ્રોલ પંપે ત્રણ શખસે આતંક મચાવી તોડફોડ કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. અગાઉ બાકી પૈસા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી તોડફોડ કરી હોવાનું ખૂલ્યું હતું. બનાવ અંગે જસદણના આટકોટ રોડ પર સરદાર પટેલનગર ગંગાભુવનમાં રહેતા ભરતભાઈ મનુભાઈ જેબલિયા (ઉં.વ.50)એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પૃથ્વીરાજ આલકુવાળા (રહે.કાનપુર, મુ.બોટાદ), છત્રપાલ મંગળુ ધાંધલ અને શિવકુ રામ પટગીર (બન્ને રહે.ભડલી, વીંછિયા)નું નામ આપ્યું હતું. આ ત્રણેય આરોપીએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી તેમજ કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

આ તોડફોડ અગાઉની ફરિયાદનો ખાર રાખી થઈ હતી. સવા મહિના પહેલા પૃથ્વીરાજનો માસિયાઈ ભાઈ રણુ જેઠસુરભાઈ ખાચરે બાકીમાં ડીઝલ ભરાવ્યું હતું. જેથી બાકીમાં ડીઝલ આપવાની ના પાડતા બોલાચાલી થઈ હતી અને ફરિયાદ નોંધાવાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક