• રવિવાર, 13 જુલાઈ, 2025

ધ્રાંગધ્રા પોલીસે 10 દિવસની ઝુંબેશમાં 50 વાહન જપ્ત કરી 1.30 લાખનો દંડ ફટકાર્યો

કડક કાર્યવાહીથી ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ

ધ્રાંગધ્રા, તા.12: ધ્રાંગધ્રા સિટી પોલીસના પીએસઆઇ વી.એમ. વાઘેલા, હેડ  કોસ્ટેબલ મહેન્દ્રસિંહ દ્વારા સમગ્ર સ્ટાફને સાથે રાખીને છેલ્લા 10 દિવસમાં હાઇ-વે પર ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. આ ડ્રાઇવ દરમિયાન પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી કાર, મોટર સાઇકલ સહિત 50 વાહનો ડિટેઇન કરીને 1,30,000 નો દંડ કરવામાં આવ્યો હતો.

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની સૂચનાને લઇને ટ્રાફિક ડ્રાઇવનું છેલ્લા દસ દિવસથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ ઇન્ચાર્જ એ.કે. વાઘેલા અને સ્ટાફ દ્વારા ફૂલેશ્વર મંદિર, આર્મી લાઇન, રોડ પર 10 દિવસથી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઇવમાં પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન  ટ્રાફિક નિયમનો ભંગ કરતાં ફોરવીલ ગાડી મોટર સાઇકલ સહિત 50 વાહનવ ડિટેઇન કરીને રૂપિયા 1,30,000નો દંડ ફટકારવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયેલો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક