• રવિવાર, 13 જુલાઈ, 2025

પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ વચ્ચે બોટ પલટી જવા મુદ્દે બે બોટમાલિકો સામે ગુનો

ઓવરલોડ સામાન, માણસો ભરી બેદરકારી દાખવતા કાર્યવાહી

અમરેલી, તા.12: જાફરાબાદ તાલુકાના શિયાળ બેટથી પીપાવાવ પોર્ટ સુધી આવવા માટે માત્ર એક જ દરિયાઇ માર્ગ હોય, જેથી 35 જેટલી બોટ દરરોજ મુસાફરોની હેરાફેરી કરે છે પરંતુ નિયમોનું પાલન કોઇ કરતું ના હોય, ત્યારે બોટની ક્ષમતા કરતા વધુ માણસો બેસાડવામાં આવે છે. ઉપરાંત સામાન પણ વધુ પ્રમાણમાં લાદી દેવાતો હોય જેથી ઓવર વેઇટ થઇ જતા ત્રણ દિવસ પહેલાં જ પીપાવાવ પોર્ટથી શિયાળ બેટ વચ્ચે બોટ ઉંધી થઇ જવાની ઘટના બની હતી ત્યારે પોલીસે પણ જાગ્યા ત્યાંથી સવાર સમજી હોય તેમ પોલીસ સફાળી જાગી હતી અને બે બોટ માલિકો સામે ગુનો નોંધ્યો હતો.

જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામે રામ મંદિર વિસ્તારમાં રહેતા બીજલ પુનાભાઇ ધુધળવા અને કેસર ઢીસાભાઇ શિયાળ સામે પોતાની બોટમાં માલસામાન ભરી, વધારે પડતા માણસોને બેસાડીને દરિયામાં ચલાવવા મુદ્દે ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક