અમરેલી, તા.12: અમરેલી તાલુકાના જાળિયા ગામે આવેલ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બ્રાંચમાં કોઇ અજાણ્યા ચોર શખસે દરવાજાનું તાળું તોડી બેન્કમાં અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો પ્રયાસની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. આ બનાવ અંગે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
અમરેલી
તાલુકાના જાળિયા ગામે પ્રાથમિક શાળા સામે જયંતીભાઇ પરષોતમભાઇ વાગડિયાના મકાનમાં છેલ્લા
5 વર્ષથી અમરેલી જિલ્લા સહકારી બેંકની બ્રાંચ ભાડા પટે કાર્યરત છે. ગત 10 જુલાઇના રાત્રી
દરમિયાન બેંકના બિલ્ડિંગમાં દરવાજાનો નકુચો અને લોખંડની ગ્રીલનું તાળુ તોડી કોઇ અજાણ્યો
શખસ અંદર ઘૂસી ગયો હતો.
બેંકની
ઓફિસમાં ફાઇલોનો કબાટ ખુલ્લો હતો અને કેશિયરની બાજુમાં પડેલ કબાટ તોડવાનો પ્રયત્ન કર્યો
હતો. તેમ બ્રાંચના મેનેજર ભદ્રેશ માલવિયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં
જણાવ્યું હતું. જાળીયા બ્રાંચમાં ચોરીનો પ્રયાસનો ગુનો નોંધાતા એ.એસ.આઇ. મનિષભાઇ જોષી
વધુ તપાસ ચલાવી રહ્યા છે.