• રવિવાર, 13 જુલાઈ, 2025

ગોંડલ કોર્ટમાં પોલીસનો જવાબ : શોર્ટ સર્કિટથી CCTV ખોટવાઇ ગયા, DySP કચેરીમાં CCTV જ નથી

રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં યુવતી જામીન મુક્ત

ગોંડલ, તા.12: રીબડાનાં ચકચારી અમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલમાં રહેલી આરોપી પુજા જેંતીભાઇ રાજગોરને આખરે ગોંડલ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરાઇ છે.

કોર્ટ દ્વારા પૂજા રાજગોરનાં પચાસ હજારના જામીન તથા તેટલી જ રકમનાં જાત જામીન આપ્યેથી શરતોને આધીન જામીન મંજૂર કરાયા છે. વધુમાં અમિત ખુંટ પર બળાત્કારની ફરિયાદ કરનાર સગીરા તથા પૂજા રાજગોર દ્વારા ગત તા.12 જૂનનાં કોર્ટમાં પોલીસ અધિકારીઓ, તાલુકા પોલીસ  સ્ટેશન તથા ગોંડલની જામવાડી ચોકડી પાસે આવેલી શ્રી હોટલ વિરુદ્ધ સીસીટીવી ફૂટેજની માગ સાથે કરેલી ફરિયાદ અન્વયે તાલુકા પોલીસે જવાબમાં કહ્યું કે પોલીસ સ્ટેશનનાં સીસીટીવી બનાવ સમયે શોર્ટ સર્કિટને કારણે ખોટવાઇ ગયા હતા.

શ્રી હોટલનાં માલિકે એવું જણાવ્યું કે અમારી પાસે જૂના ડેટા પ્રાપ્ય નથી.

ગોંડલ ડીવાયએસપી દ્વારા એવું કહેવાયું કે તેમની કચેરી ખાતે સીસીટીવી કેમેરા ઇન્ટોલ કરવામાં આવ્યા નથી.

આ ચકચારી કેસમાં સગીરા દ્વારા ગેરકાયદેસર અટકાયત, દબાણ કરી નિવેદન  આપવા સહિતની બાબતો અંગે પોલીસ અધિકારીઓ સહિતનાઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક