• શનિવાર, 13 જુલાઈ, 2024

વાંકાનેરની ફેક્ટરીમાં સગીરાને ઉલટી થયા બાદ શંકાસ્પદ મૃત્યુ

વિદ્યાનગરથી ભાગીને આવ્યાં હતા પ્રેમી પંખીડા, મૃતદેહ ફોરેન્સિક પીએમમાં ખસેડાયો

મોરબી, તા. 19: વિદ્યાનગરથી ભાગીને વાંકાનેરમાં આવેલી સિરામીક ફેક્ટરીમાં કામ કરતા પ્રેમી પંખીડા પૈકી સગીરાને ઉલટી થયા બાદ શંકાસ્પદ મૃત્યુ નીપજતા નીપજતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઢુવા નજીક આવેલ જેટ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા કોમલબેન અર્જુનભાઈ પરમાર (ઉં.17 વર્ષ 10 મહિના)નું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરતા જસપાલાસિંહ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સગીરાના મૃતદેહનો કબજો સંભાળીને વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કોમલબેનને શૈલેષ ચૌહાણ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને દોઢેક માસથી વિદ્યાનગરથી ભાગીને પ્રેમી પંખીડા અહી આવી ગયા હતા અને સિરામિકમાં કામ કરતા હતા.જેમાં ગત તા. 18 ના રોજ કોમલબેન નામની સગીરાને પેટમાં દુ:ખતું હતું અને ઉલટી થયા બાદ મૃત્યુ થયું હતું. જે સગીરાનું મૃત્યુ શંકાસ્પદ હોવાથી પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક