• શનિવાર, 13 જુલાઈ, 2024

સુરેન્દ્રનગરના ધોળીપોળ નજીક ડમ્પરે વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ

પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર, તા. 19: સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળ પાસે ડમ્પર ચાલકે રસ્તે ચાલીને નીકળતા વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ નીપજ્યું છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, સુરેન્દ્રનગર વઢવામ નવા દરવાજા પાસે રહેતા રસુલભાઈ યાકુબભાઈ વડદરીયા (ઉં. 70) નામના વૃદ્ધને વઢવાણના ધોળીપાળ વિસ્તારમાં ડમ્પરે અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરાતા પીએસઆઈ ચંદ્રિકાબેન એરવાડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને ડમ્પર ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક