• મંગળવાર, 23 એપ્રિલ, 2024

સુરતમાં 48 કલાકમાં ત્રણ હત્યા પોલીસની કામગીરી સામે સવાલ પ્રેમિકાને મળવા જતા તેના ભાઈઓએ ઢાળી દીધું ઢીમ

સુરત, તા.2(ફૂલછાબ ન્યૂઝ): શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. છેલ્લા 48 કલાકમાં ત્રણ હત્યા થઈ છે. જેમાં એક કિસ્સામાં પોલીસને એમડી ડ્રગ્સની બાતમી આપવાની શંકામાં ત્રણ શખસે જાહેરમાં બે યુવક પર હુમલો કર્યો હતો. જેમાં એકનું મૃત્યુ થયું છે. 

સુરતના જૂના સબજેલ વિસ્તારમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. 30 વર્ષીય હનીફ અમીર ખાન (ઉં.30) અને મોહસીન નામના બે યુવક પર પોલીસને એમડી ડ્રગ્સની માહિતી આપી હોવાની આશંકાને આધારે ત્રણ શખસે જાહેરમાં ચપ્પુ સહિતના હથિયારથી હુમલો કરતા હનીફ અમીર ખાનનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે શરૂઆતી તપાસમાં છ શખસ સામે ગુનો નોંધ્યો હોવાનું જાણમાં આવ્યું છે. આ સિવાય 31મી રાત્રીએ લિંબાયત વિસ્તારમાં પ્રેમસંબંધના વહેમમાં બે સગાભાઈએ યુવકને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી તેમજ વરાછા વિસ્તારમાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીની હત્યા કરી દેવાઈ છે. આમ શહેરમાં 48 કલાકમાં ત્રણ હત્યા થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક