• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જામનગરમાં વેપારી પાસેથી રૂ.40 લાખના 81 લાખ પડાવનાર 1પ વ્યાજખોર સામે ગુનો નોંધાયો

 સ્કૂટર-સસરાનું ટ્રેકટર પડાવી લીધા બાદ મકાનના દસ્તાવેજ કરાવી લીધા’તા

જામનગર, તા.ર1 : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને જી.જી.હોસ્પિટલ સામે ભુતનાથ વડાપાંઉ નામે દુકાન ધરાવતા કમલેશ રાજુભાઈ સોલંકી નામના વેપારીએ કનકસિહ જાડેજા, જયરાજસિહ જાડેજા, જયદીપસિહ જાડેજા, યોગેશ કોળી, દુષ્યંતસિહ ઝાલા, અભીરાજસિહ, અર્જુનસિહ જાડેજા, જયરાજસિહ જાડેજા, હરપાલસિહ ઝાલા, સાદીક રફીયા, સલીમ, અતુલ મેઘાણંદ ગઢવી, ઝી ફાયનાન્સનો માલીક, રાજ આહીર અને વિજયસિંહ રાઠોડ સહિતના વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ નેંધાવતા પોલીસે ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં વેપારી કમલેશ સોલંકીએ 1પ વ્યાજખોરો પાસેથી રૂ.46 લાખની રકમ વ્યાજે લીધી હતી અને મુદલ-વ્યાજ સહિત રૂ.81 લાખની રકમ ચુકવી હોવા છતાં વધુ રકમની માગણી કરી ધાકધમકી આપવામાં આવતી હતી અને કમલેશનું સ્કુટર અને તેના સસરાનું ટ્રેકટર પડાવી લીધું હતું અને સસરાના મકાનમાં તોડફોડ કરી હતી અને મકાનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. પઠાણી ઉઘરાણી અને ધાકધમકીથી કંટાળી જઈ વેપારી કમલેશ સોલંકીએ ફરિયાદ કરી હતી. પોલીસે વ્યાજખોરોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક