• શનિવાર, 13 જુલાઈ, 2024

કોડિનારમાં છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા : હત્યારા દંપતીની ધરપકડ મૃતક મહિલાને હત્યારી મહિલા સાથે સામાન્ય ઝઘડો થયા બાદ મામલો બીચકયો

કોડિનાર, તા.રર : કોડિનારમાં આવેલી  ખાનગી સિમેન્ટ કંપનીમાં રહેતી મહિલા સાથે પડોશી મહિલાને સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ મામલો બીચકયો હતો અને પડોશી દંપતીએ મહિલાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે હત્યારા દંપતી સામે ગુનો નોંધી ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે, અંબુજાનગર રેલ્વે કોલોનીમાં રહેતી સંજુકુમારી  હેમંતકુમાર યાદવ નામની મહિલાને પડોશમાં રહેતી મુળ યુપી પંથકની ગુડીયા સાગર બીયન વર્મા નામની મહિલા  સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો બીચકયો હતો અને સંજુકુમારીને પડોશી મહિલા ગુડીયા અને તેના પતિ સાગર બીયન વર્માએ છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા અને આ અંગેની જાણ થતા મૃતક સંજુકુમારીનો પતિ હેમંતકુમાર અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક સંજુકુમારી તેના બાળકો સાથે ઘેર હતી અને પતિ હેમતકુમાર ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હોય કામે ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે હેમંતકુમારની ફરિયાદ પરથી હત્યારા દંપતી ગુડીયા અને તેના પતિ સાગર બીયન વર્મા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક