• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રાજકોટના બસ સ્ટેશનમાં મહિલા તબીબના મોબાઈલ નંબર લખી બદનામ કરનાર બાબરાના તબીબની શોધખોળ

ઓફિસના ગ્રુપમાંથી તબીબને કાઢી મુકતા ઉશ્કેરાયો’તો

 

રાજકોટ, તા.ર3 : બાબરામાં રહેતા અને આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા તબીબએ ઓફિસના વોટસએપ ગ્રુપમાંથી રાજકોટ રહેતા તબીબને કાઢી મુકતા ઉશ્કેરાયેલા તબીબે મહિલા તબીબના મોબાઈલ નંબર રાજકોટના બસ સ્ટેશનમાં લખી બદનામ કરવાનો કારસો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તબીબ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બાબરામાં રહેતા અને બાબરા આરોગ્ય કેન્દ્રમાં ર014 થી ફરજ બજાવતા મહિલા તબીબે રાજકોટમાં રહેતા અને બાબરા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા ડો.ધ્રુમન ગાંધી વિરુધ્ધ બદનામ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તબીબ સામે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મહિલા તબીબ ઓફિસના વોટસએપ ગ્રુપમાં હોય તેમાં તા.6/6 ના મેસેજ આવ્યોહતો. જેમાં સ્કુલોમાં બાળકોને ધનુરની રસી આપવા બાબતે જીલ્લા તરફથી માહિતી માંગવામા આવેલ હોય એક્ષસલ સીટમાં માહિતી ફીલ્ટર અપ્લાય કરવું પડશે. જેથી મહિલા તબીબે ફીલ્ટર લગાડવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું અને આ માહિતી ડો.ધ્રુમન ગાંધીએ આપવાની હતી. બાદમાં આ માહિતી બાબતે ડો.ધ્રુમન ગાંધીએ કોઈ જવાબ નહી આપતા વોટસએપ ગ્રુપમાંથી રીમુવ કર્યો હતો અને બાદમાં મહિલા તબીબના મોબાઈલ પર અલગ અલગ નંબર પરથી ખરાબ મેસેજ અને ફોન આવતા મહિલા તબીબે પુછતાછ કરતા ફોન કરનાર શખસે તેના નબર રાજકોટ એસટી બસ સ્ટેશનના બાથરૂમમાં લખેલા હોવાનું જણાવતા મહિલા તબીબે તેના ભાઈને વાત કરી હતી અને મહિલા તબીબના ભાઈએ તપાસ કરી તેના ફોટા પાડી મોકલતા આ અક્ષર ડો.ધ્રુમન ગાંધીના હોવાનું ખુલ્યું હતું અને ડો.ધ્રુમન ગાંધીને આ બાબતે પુછતા બદનામ કરવા માટેથી લખ્યા હોવાનું અને વધુ લખાણ લખી બદનામ કરવાની ધમકી આપી હતી. પોલીસે ડો.ધ્રુમન ગાંધી સામે ગુનો નોંધી સકંજામાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક