• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

શહીદનાં માતાએ કહ્યું, ‘અગ્નિવીર યોજના અયોગ્ય, બંધ થવી જોઇએ’

રાહુલ ગાંધી સાથે કીર્તિચક્રથી સન્માનિત અંશુમાનના માતા-િપતાની મુલાકાત

રાયબરેલી, તા. 9 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અહીં કીર્તિચક્રથી સન્માનિત શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતા-િપતા સાથે મુલાકાત કરી હતી. રાહુલને મળ્યા બાદ શહીદના માતા મંજુએ જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજના બંધ થવી જોઈએ. આ યોજના સૈનિકો માટે સન્માનજનક નથી.

 

શહીદના માતા-િપતા સાથેની મુલાકાતમાં રાહુલે કહ્યું હતું કે, અમે તમારી સાથે જ ઊભા છીએ. કોંગ્રેસ નેતાએ એક ગેસ્ટહાઉસમાં શહીદના પરિજનો સાથે લગભગ 40 મિનિટ સુધી વાતચીત કરી હતી.

ત્રણ દિવસ પહેલાં જેમને કીર્તિચક્રનું સન્માન મળ્યું હતું, એ શહીદનાં માતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર અને પતિ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. આ યોજનાથી સેનામાં સમાનતા ખતમ થઈ ગઈ છે. તેને લઈને રાહુલ ગાંધીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આશા છે કે, તેઓ સત્તામાં આવશે, ત્યારે તેના પર વિચારણા કરશે. અમને પુત્ર પર ગૌરવ છે. અંશુમાનના પિતા રવિ સિંહે જણાવ્યું હતું કે, રાહુલે અમારું સન્માન કર્યું અને કહ્યું કે, તમારા પુત્રની શહીદીનું અમે સન્માન કરીએ છીએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક