• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ઘટતી નથી કેજરીવાલની મુશ્કેલી : હવે ઈડીનાં ચાર્જશીટ ઉપર વોરન્ટ નીકળ્યું

નવીદિલ્હી, તા.9: દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સીબીઆઈ બાદ હવે ઈડીની ચાર્જશીટ ઉપર પણ દિલ્હીની કોર્ટે 12 જુલાઈએ હાજર થવાનું વોરન્ટ કાઢ્યું છે.

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ કૌભાંડ) કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટનું સંજ્ઞાન લીધું છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં હાજર થવાનું વોરંટ જારી કર્યું છે.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં 17 મેના રોજ ઊઉએ સાતમી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી અને અરાવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયાસિંહ, ઇછજ નેતા કે. કવિતાનો સમાવેશ થાય છે. જોકે આ કેસમાં સંજયાસિંહને સુપ્રીમ કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક