સ્વાતંત્ર્ય દિવસના એક
દિવસ પહેલાં મોટી સફળતા : એક કેપ્ટન શહીદ
સંરક્ષણ
મંત્રી રાજનાથ સિંહે બેઠક બોલાવી
જમ્મુ,
તા. 14 : દેશના સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલાં જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં
રાતભર જારી રહેલાં ભીષણ ઘર્ષણ બાદ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ ચાર આતંકવાદીને ઠાર
માર્યા હતા. જોકે, આ સંઘર્ષમાં ભારતીય સેનાના એક કેપ્ટન પણ શહીદ થયા.
ડોડામાં
આતંકીઓ સામે લડતાં પ્રાણનું બલિદાન આપનાર કેપ્ટન 48 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. સૈન્ય
અભિયાન દરમ્યાન યુદ્ધની તૈયારીમાં હોય તેવા શત્ર ભંડાર મળી આવ્યા હતા.
સુરક્ષાદળોને
બાતમી મળી હતી કે, કેટલાક આતંકી ઉધમપુરનાં પટનીટોપ અને ડોડા જિલ્લામાં જંગલોમાં છૂપાઈ
બેઠા
છે.
ગઈકાલે
મંગળવારે સુરક્ષાદળો રાત્રે આઠેક વાગ્યે ત્યાં પહોંચી ગયાં હતાં, જ્યાં આતંકવાદીઓ આરામ
કરી રહ્યા હતા.
ડોડોના
અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળોને જોતાં જ ગભરાઈ ગયેલા આતંકવાદીઓએ બેફામ ગોળીબાર કર્યો
હતો. આ ભયાનક ઘર્ષણમાં જવાનોએ ચાર આતંકીને ઠાર કરી નાખ્યા હતા.
આતંકવાદીઓ
સામે સંઘર્ષનું નેતૃત્વ કરી રહેલા 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક ઘાયલ થતાં હોસ્પિટલમાં
દાખલ કરાયા, પરંતુ ગંભીર ઈજાઓનાં કારણે તેમણે દમ તોડયો હતો.
દરમ્યાન,
કાશ્મીરમાં સેના પર કરાતા આતંકવાદી હુમલાઓને ગંભીરતાથી ધ્યાને લેતાં દેશના સંરક્ષણમંત્રી
રાજનાથ સિંહે આજે બુધવારે જ એક બેઠક કરી હતી, જેમાં આતંકવાદી હુમલાઓને નાથવાની યોજના
પર ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ, સેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તેમજ સુરક્ષા
એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.