નવી દિલ્હી, તા. 16 : પીએમ મોદીએ
આઈએનએસ આંગ્રે ઉપર બનેલા ઓડિટોરિયમમાં મહારાષ્ટ્ર મહાયુતિના વિધાયકો સાથે મુલાકાત કરી
હતી. આ બેઠકમાં ભાજપ, શિવસેના અને એનસીપીના તમામ વિધાયક હાજર હતા. પીએમ મોદીએ બેઠકમાં
પરસ્પર ન લડવાનો સંદેશ આપ્યો હતો. તેના બદલે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેનાથી
જનતાનો વિશ્વાસ જીતી શકાય. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ જોઈને સમજી
શકાય કે નેતાનો સંપર્ક જનતા સાથે ન રહે અને પરસ્પર લડતા રહે તો શું થઈ શકે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે સત્તાધારી
દળો વચ્ચે પરસ્પર કોઈ મતભેદ હોવા જોઈએ નહી. તમામ લોકોએ સાથે મળીને જનતાના હિત માટે
લડવું જોઈએ. મોદીએ વિધાયકોને મંત્ર આપ્યો હતો કે સામાન્ય લોકોની જેમ રહે અને જનતાની
વચ્ચે રહે. ક્યારે જનતાથી પોતાને દૂર ન બતાવે અને હંમેશાં સંપર્ક રાખે. વધુમાં કેન્દ્ર
સરકારથી લઈને રાજ્ય સરકારની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે. વિધાયકોને વિકાસની
યોજનાઓ લાગુ કરવા માટે અભ્યાસ કરવા ઉપર પણ ભાર મુક્યો હતો.