• શનિવાર, 27 જુલાઈ, 2024

જેલમાં મહિલા કેદીઓ થઈ રહી છે ગર્ભવતી

ચોંકી ઉઠેલી સુપ્રીમ કોર્ટે માગ્યો રિપોર્ટ

નવી દિલ્હી, તા.10 : પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી બની રહ્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સર્વોચ્ચ અદાલતે આ અંગે સવાલ ઉઠાવી રિપોર્ટ માગ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે મહિલા કેદીઓ જેલમાં કેમ ગર્ભવતી થઈ રહી છે ? તેની તપાસ કરશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ સંજયકુમારની ખંડપીઠે શુક્રવારે આ મામલે સુનાવણી કરતાં વરિષ્ઠ વકીલ યૌરવ અગ્રવાલ જે જેલોની સિથતી પર સ્વયં સંજ્ઞાન મામલે ન્યાય મિત્ર છે, તેમને જેલોમાં ગર્ભાધારણ મામલે તપાસ કરવા અને કોર્ટને રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટના ધ્યાને આવ્યુ છે કે પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં આશરે 196 બાળકોનો જન્મ થયો છે અને તે જેલમાં જ પોતાની માતા મહિલા કેદી સાથે રહે છે. એમિક્સ કયૂરીએ કોર્ટ સમક્ષ માગ કરી છે કે સુધાર ગૃહમાં તૈનાત પુરુષ કર્મચારીઓના મહિલા કેદીઓના વોર્ડમાં પ્રવેશ કરવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024