• શનિવાર, 13 જુલાઈ, 2024

લોકસભામાં વિપક્ષ સરકારને ઘેરશે

નીટ, અગ્નિવીર અને શેરબજારનો મુદ્દો રહેશે; આ ત્રણેય મુદ્દે સરકાર હાલમાં બેકફૂટ પર

નવી દિલ્હી, તા. 21 : સામાન્ય ચૂંટણીમાં તાકાત વધ્યા બાદ વિપક્ષ 24 જૂનથી શરૂ થઈ રહેલા લોકસભાના પહેલાં જ સત્રમાં મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં છે. ઇન્ડિયા બ્લોકની વ્યૂહરચના સામૂહિક તાકાત બતાવવાની છે. ત્રણ મુદ્દા નીટ, અગ્નિવીર યોજના અને એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં ઊથલપાથલનાં કારણે કરોડો રૂપિયાની મૂવમેન્ટ પર ફોકસ રહેશે. આ ત્રણ મુદ્દા પર સરકાર બેકફૂટ પર છે. ભાજપના સાથી પક્ષો પણ નીટ અને અગ્નિવીરને લઈને અલગ ઊભા હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ ત્રણ મુદ્દા પર વિપક્ષને સંપૂર્ણ રીતે સાથે લેવાની રણનીતિ અપનાવશે. લોકસભામાં મોદી સરકારની ઘટેલી તાકાતને જોતાં વિરોધ પક્ષો નીટ અને અગ્નિવીર જેવા મામલાઓને કારણે ઉદ્ભવતા જન ગુસ્સાને સદનમાં વ્યક્ત કરવા માગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક