• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ઈસરોની કમાલ : મુશ્કેલ સ્થિતિ વચ્ચે છકટ પુષ્પકનું સફળ લેન્ડિંગ

મહત્વના મિશનમાં ઈસરોએ ત્રીજી વખત મેળવી સફળતા

બેંગલોર, તા. 23 : ઈસરોએ ફરી એક વખત કમાલ કરી દીધી છે. ભારતીય અંતરીક્ષ એજન્સીએ આરએલવી પુષ્પકનું સફળ લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ રવિવારે રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (આરએલવી)ના સતત ત્રીજા લેન્ડિંગ એક્સિપેરિમેન્ટમાં સફળતા મેળવી હતી. આ પહેલા 22 માર્ચના રોજ ઈસરોએ બીજું સફળ લેન્ડિંગ કરાવ્યું હતું. રવિવારે સફળતા બાદ ઈસરોએ કહ્યું હતું કે, લેન્ડિંગ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરવામાં આવી હતી. જો કે પડકારભરી સ્થિતિમાં પણ ઓટોમેટિક લેન્ડિંગ સફળ રહ્યું હતું.

જાણકારી મુજબ ઈસરો તરફથી આરએલવી પુષ્પક વિમાનનું પરીક્ષણ સવારે 7.10 વાગ્યે બેંગલોરથી લગભગ 220 કિમી દૂર ચિત્રદુર્ગ જીલ્લાના એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં કરવામાં આવ્યું હતું. વિમાનને ભારતીય વાયુસેનાના ચિનુક હેલીકોપ્ટરથી 4.5 કિમીની ઉંચાઈએ લઈ જવામાં આવ્યું હતું અને પછી રનવે ઉપર લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક