વૃદ્ધનો
ગળાફાંસો ખાઈ આપઘાત
નદીમાં
ડૂબી જવાથી અજાણ્યા પુરુષનું મૃત્યુ
રાજકોટ,
તા.1પ : મવડી ચોકડી પાસે આવેલી હેમાન્દ્રી રેસિ.-1માં પાર્કિંગમાં રહેતા અને ચોકીદાર
તરીકે કામ કરતા યુવાનનો પુત્ર મદન પોદમ સૌવ નેપાળી (ઉં.દોઢ વર્ષ)સવારે પાર્કિંગમાં
રમતો હતો ત્યારે બિલ્ડિંગમાં બે માસ પહેલા ભાડે રહેવા આવેલો પરિવાર બહાર જવા માટે કારમાં
બેઠો હતો અને ચાલકે કાર રિવર્સમાં લીધી હતી ત્યારે કારચાલકે પાર્કિંગમાં રમતા માસૂમ
બાળક મદન પોદમ સૌવ નેપાળીને અડફેટે લઈ લેતા ગંભીર ઈજા થવાથી ખાનગી બાદમાં વધુ સારવાર
અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ
અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જમાદાર કિરીટભાઈ રામાવત સહિતનો સ્ટાફ દોડી ગયો
હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની વધુ તપાસમાં પોદમ નેપાળી
એક માસ પહેલા જ ચોકીદાર તરીકે નોકરી કરવા આવ્યો હતો અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી
હતા જ્યારે કારચાલક પણ એક માસ પહેલા જ ભાડે રહેવા આવ્યો હતો. પોલીસે કારચાલક સામે ગુનો
નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
વૃદ્ધ
: ગોંડલ રોડ પરના લોહાનગર પાસે ડી.ડી.કોલોનીમાં રહેતા પ્રતાપરાય અમૃતલાલ મહેતા નામના
વૃદ્ધે તેનાં ઘેર કોઈ કારણસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવાન
: બેટી ગામની નદીની ખાણમાં એક અજાણ્યો પુરુષ ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની
જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો
હતો અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.