• રવિવાર, 28 એપ્રિલ, 2024

ડોમેસ્ટિક એરપોર્ટમાંથી સાધનોના ઉચાળા : નવા એરપોર્ટમાં ગોઠવણી

હીરાસર સુધી તંત્રએ પરિવહન સુવિધા શરૂ નહીં કરતા મુસાફરો ચિંતિત

રાજકોટ, તા. 5: રાજકોટના જૂના ડોમેસ્ટિક એરપોર્ટને ત્રણ દિવસ પછી હંમેશને માટે તાળા લાગી જશે. તે પહેલા ત્યાંથી જરૂરી સાધન-સામગ્રી, કોમ્પ્યુટર, દસ્તાવેજો વગેરેને લઈને એરપોર્ટ ઓથોરિટી નવા એરપોર્ટ માટે ઉચાળા ભરી રહી છે. અને આવશ્યક ચીજવસ્તુઓની ગોઠવણી અત્યાધુનિક નવા એરપોર્ટમાં કરવામાં આવી રહી છે.

રાજકોટ ખાતે નવું ગ્રીનફીલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આગામી તા.10મી સપ્ટેમ્બરથી કાર્યરત થવા જઈ રહ્યું છે. હાલના હયાત જૂના એરપોર્ટની તમામ બ્રાંચ સ્ટેશનરી, જરૂરી ફર્નિચર, ફાઈલો, સહિતની ચીજવસ્તુઓનું કાલથી ધીમે-ધીમે સ્થળાંતર શરૂ કરાયું છે.

રાજકોટના વર્તમાન ડોમેસ્ટિક એરપોર્ટ પરથી તા.8ને શુક્રવારે રાત્રે એર ઈન્ડિયાની દિલ્હી ફલાઈટ ટેક ઓફ થયા બાદ તે હંમેશ માટે બંધ થશે. 9મી સપ્ટેમ્બરે એક પણ ફ્લાઈટ રાજકોટના બેમાંથી એક પણ એરપોર્ટ પર અવાગમન કરશે નહીં. દિવસે હવાઈ ઉડ્ડયન સંપૂર્ણ બંધ રહેશે જ્યારે જન્માષ્ટમીની સીઝનમાં 10મી સપ્ટેમ્બરથી ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થશે.

પ્રથમવાર લેન્ડિંગ થનાર ફલાઈટનું વોટર કેનનથી સ્વાગત સાથે પાયલોટ-ક્રુમેમ્બરો, મુસાફરોનું કુમકુમ તિલક સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરી મો મીઠા કરાવવામાં આવશે.

નવું એરપોર્ટ શરૂ થઈ જશે, બસની વ્યવસ્થા ક્યારે ?

બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા રાજકોટ શહેરથી હીરાસર-નવા એરપોર્ટ સુધી વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક