ટી-20માં
હાર્દિક પંડયા સંભવ : રોહિત, વિરાટ, બુમરાહને આરામ અપાય તેવી સંભાવના
નવી
દિલ્હી, તા.9 : ટી-ર0 વિશ્વકપની વિજેતા ભારતીય ટીમના સિનિયર ખેલાડીઓ હાલ આરામ કરી રહ્યા
છે. વિરાટ કોહલી લંડન ગયો છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતની યુવા ટીમ ઝિમ્બામ્વેના
પ્રવાસે છે. ભારતીય ટીમ ર7 જુલાઈથી શ્રીલંકાના પ્રવાસે જવાની છે. જેમાં રોહિત, વિરાટ,
બુમરાહ સહિત સિનિયર ખેલાડીઓને આરામ આપી કે. એલ. રાહુલને સુકાની તરીકે મોકલાય તેવી સંભાવના
જાણકારો વ્યક્ત કરે છે.
વિશ્વ
વિજેતા ટીમમાં સામેલ 1ર ખેલાડી હાલ આરામ કરી રહ્યા છે. ઝિમ્બામ્વેમાં ભારતની યુવા ટીમ
પ ટી-ર0ની શ્રેણી રમવા ગઈ છે. જે પૂર્ણ થતાં જ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે.
જ્યાં 3 વન ડે અને 3 ટી-ર0 રમવાના છે. ર7 જુલાઈથી
ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ શરૂ થશે અને છેલ્લો મેચ 7 ઓગસ્ટે રમાશે. સત્તાવાર કાર્યક્રમ
હજુ જાહેર કરાયો નથી પરંતુ શ્રીલંકા પ્રવાસમાં સિનિયર ખેલાડીઓ ન જોડાય તેવી પૂરી સંભાવના
છે. કે એલ રાહુલના વિકલ્પે હાર્દિક પંડયાને પણ સુકાની તરીકે વિચારી શકાય છે. રોહિત
શર્માએ આંતરરાષ્ટ્રીય ટી-ર0માંથી નિવૃત્તિ જાહેર કરી છે. એટલે સિલેક્ટરોએ ટી-ર0 શ્રેણી
માટે નવો સુકાની શોધવો પડશે. શ્રીલંકા પ્રવાસમાં ટી-ર0માં પંડયા અને વન ડે શ્રેણીમાં
કે એલ રાહુલની સુકાની તરીકે પસંદગી થઈ શકે છે.