• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ગૌતમ ગંભીર બન્યા ટીમ ઈન્ડિયાના કોચ બીસીસીઆઈનું એલાન: મહિને 1 કરોડથી વધુ પગાર?

નવી દિલ્હી તા.9 : ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચના નામના એલાનમાં બિનઅપેક્ષિત વિલંબ થયા બાદ અંતે મંગળવારે મોડેથી બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનું નામ ટ્વીટ કરીને જાહેર કર્યું હતું. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પુર્ણ થતાં નવા કોચ પદની રેસમાં ગૌતમ ગંભીર મજબૂત દાવેદાર હતા. અને બીસીસીઆઈ તેમને ફ્રી હેન્ડ આપવા સાથે 2027 સુધીના કાર્યકાળમાં મહીને રૂ.1 કરોડથી વધુનો પગાર આપ્યાની ચર્ચા છે. પૂર્વ કોચ રાહુલ દ્રવિડને મહિને રુ.1 કરોડ પગાર તરીકે મળતાં હતા અને ગંભીરે તેથી વધુ માગ્યાનું કહેવાય છે. બોર્ડ અને ગંભીર વચ્ચે ડીલ ફાઈનલ થતા નામ જાહેર કરવામાં આવ્યું હતું.

ટી-ર0માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ડ્રેસિંગ રુમ છોડી દીધો છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે જે પહેલા ટીમને નવા કોચ મળ્યા છે.  ગંભીર અને બીસીસીઆઈ વચ્ચે વાટાઘાટ ચાલી રહી હતી અને મોટાભાગની શરતો ફાઈનલ થઈ ચૂકી છે પરંતુ હડ કોચ તરીકે ગંભીરને કેટલો પગાર મળશે ? તે મુદ્દો  ઉકેલાયો ન હતો એટલે કોચ તરીકે નામ જાહેર કરવામાં વીલંબ થયો હતો.  પૂર્વ કોચ રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે વર્ષે રુ.1ર કરોડનો પગાર મળતો હતો. ગંભીરે કોલકત્તા નાઈટ રાઈડર્સના કોચ તરીકે વિદાય લઈ લીધી છે અને ભારતીય ટીમના નવા કોચ તરીકે તેનું નામ લગભગ નિશ્ચિત હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક