• શનિવાર, 13 જુલાઈ, 2024

આજથી ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડના સ્ટાર બોલર એન્ડરસનનો વિદાય મેચ

લંડન તા.9 : વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને 3 ટેસ્ટ મેચની શ્રેણીનો પહેલો ટેસ્ટ 10 જુલાઈથી લોર્ડસમાં રમશે. 700 વિકેટની સિદ્ધિ મેળવી ચૂકેલા ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન 10 થી 14 જુલાઈ સુધી રમાનાર આ ટેસ્ટ બાદ નિવૃત્તિ લેશે. શ્રેણીનો બીજો મેચ 18મીથી તથા ત્રીજો ર6 જુલાઈથી રમાશે.

છેલ્લો ટેસ્ટ રમતાં પહેલા એન્ડરસને ભાવુક સંદેશામાં કહ્યંy કે તેણે નિવૃત્તિનો સ્વીકાર કરવાનો રહેશે. મારું ધ્યાન ખૂદને રડતાં રોકવાનું રહેશે. છેલ્લા કેટલાક દિવસથી મારી તાલીમ સારી ચાલી રહી છે. હું રમત અંગે વધુ વિચારી રહ્યો નથી. મારા માટે એ મોટી વાત રહેશે કે હું સારી બોલિંગ કરું અને ટીમને જીતાડું. મને વિશ્વાસ છે કે મેચ બાદ ભાવનાઓ બદલાઈ જશે. શું આગળ પણ રમવાનું ચાલુ રાખશો ? તેવા સવાલના જવાબમાં એન્ડરસને કહ્યંyં કે કહેવું મુશ્કેલ છે. મારી પાસે વાસ્તવમાં કોઈ વિકલ્પ ન હતો. એન્ડરસને ર003માં ઝિમ્બામ્વે વિરુદ્ધ લોર્ડસમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું અને અત્યાર સુધીમાં 187 ટેસ્ટ રમી ચૂકયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક