• શનિવાર, 13 જુલાઈ, 2024

તિરંગાની સેવા... જીવનનું મોટું સન્માન : ગંભીર

ભારતીય ટીમમાં હવે બેટિંગ, બોલિંગ કોચની થશે નિયુક્તિ

નવી દિલ્હી, તા.10 : વર્ષ ર0ર7 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે પહેલી પ્રતિક્રિયામાં કહ્યંy છે કે, તિરંગાની સેવા કરવી તેના માટે ખૂબ જ સમ્માનની વાત હશે. ટીમ માટે સારું પરિણામ મેળવવા તે પૂરી તાકાત લગાવી દેશે.

રાહુલ દ્રવિડની જગ્યાએ કોચ તરીકે નિયુક્તિ બાદ ગંભીરે એક્સ પર લખ્યું કે, ભારત મારી ઓળખ છે અને પોતાના દેશની સેવા કરવી મારા માટે જીવનનું સૌથી મોટું સમ્માન રહ્યંy છે. હું (ટીમ સાથે) પરત આવીને સમ્માન અનુભવી રહ્યો છું, ભલે એક અલગ જ ભૂમિકામાં છું. પરંતુ મારુ લક્ષ્ય હંમેશાંની જેમ એક જ છે, દરેક ભારતીયને ગૌરવાન્વિત કરવાનો છે. ટીમ ઇન્ડિયાએ 140 કરોડ ભારતીયોનાં સ્વપ્નોને પોતાના ખભા ઉપર ઉઠાવ્યા છે અને હું આ સ્વપ્નોને સાકાર કરવા માટે મારી પૂરી તાકાત લગાવી દઈશ.

ભારતીય ટીમ જુલાઈના અંતમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે અને આ પ્રવાસથી ગંભીર હંડ કોચ તરીકે ચાર્જ સંભાળશે. દ્રવિડની સાથે બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હાંબ્રેનો કાર્યકાળ પણ પૂરો થયો છે. આ બન્ને પદ માટે ગંભીરે બે નવાં નામ સૂચવ્યાં હોવાનું કહેવાય છે. જેમાં બોલિંગ કોચ તરીકે વિનય કુમાર અને બેટિંગ કોચ તરીકે અભિષેક નાયરનું નામ ચર્ચામાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક