• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

દ્રવિડની દરિયાદિલી : 2.5 કરોડ જતાં કર્યા

5 કરોડના ઇનામમાં એક્સ્ટ્રા બોનસ લેવા ઈનકાર

નવી દિલ્હી, તા.10 : પોતાના સરળ સ્વભાવથી સૌના દિલ જીતનાર રાહુલ દ્રવિડની દરિયાદિલી સામે આવી છે. ટી-ર0 વિશ્વ કપ વિજેતા ટીમના કોચ તરીકે તેને મળેલા રૂ.પ કરોડનાં ઈનામમાં તેણે રૂ.ર.પ કરોડ જતાં કરીને કોચિંગ સ્ટાફને બરાબર જ ઈનામ લેવાનો નિર્ણય લીધો છે.

બીસીસીઆઈ સાથે દ્રવિડનો કરાર પૂર્ણ થયો છે પરંતુ પદ છોડતાંની સાથે દ્રવિડે પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યા છે. દ્રવિડે ઇનામની રૂ.પ કરોડની રકમમાં એક્સ્ટ્રા બોનસ લેવા ઈનકાર કર્યો છે. તે માટે રૂ.ર.પ કરોડ જ લેશે. પ1 વર્ષના દ્રવિડે તર્ક રજૂ કર્યો કે કાંતો તમામ કોચિંગ સ્ટાફને સમાન ઈનામ આપવામાં આવે અથવા તે અન્ય સ્ટાફને આપવામાં આવેલા રૂ.ર.પ કરોડ ઈનામ જેટલું જ ઈનામ લેશે. ટીમના બાકી સ્ટાફની સાથે રહીને દ્રવિડે રૂ.ર.પ કરોડ જતાં કરી કોચ તરીકે વિદાય સાથે મોટું સમ્માન મેળવ્યું છે. બીસીસીઆઇ સૂત્રો અનુસાર સપોર્ટ સ્ટાફ જેટલું જ ઈનામ મેળવવાની દ્રવિડની ભાવનાઓનું અમે સમ્માન કરીએ છીએ. 

ઇ-પેપરના નવા શુલ્ક