• શનિવાર, 13 જુલાઈ, 2024

મહિલા ટીમનો 10 વિકેટે વિજય

ત્રીજો T-20, દ.આફ્રિકા સામે શ્રેણી 1-1થી સરભર

ચેન્નાઈ, તા.10 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજા ટી-ર0માં દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટે હરાવી 3 ટી-ર0ની શ્રેણીમાં 1-1થી હિસાબ સરભર કર્યો છે. પહેલા મેચમાં 1ર રને પરાજય બાદ બીજો મેચ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ભારતીય ટીમ 0-1થી પાછળ હતી અને છેલ્લા મેચમાં દક્ષિણ આફ્રિકી ટીમનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતાં.

ચેન્નાઈના ચેપાક સ્ટેડિયમમાં મંગળવારે રાત્રે થયેલા મુકાબલામાં સુકાની હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં દ.આફ્રિકી ટીમને 17.1 ઓવરમાં 84 રનમાં સમેટી નાખી હતી. જવાબમાં ભારતીય ટીમે 10.પ ઓવરમાં વિના વિકેટે લક્ષ્ય સાધ્યું હતું. ભારત વતી પૂજા વત્રાકરે 4 અને રાધા યાદવે 3 વિકેટ ખેડવી હતી. બાટિંગમાં ઓપનર સેફાલી વર્મા ર7 અને સ્મૃતિ મંધાના પ4 રને અણનમ રહ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક